Corona Virusને લઈને થયો હચમચાવી નાખે તેવો ખુલાસો, સમગ્ર દુનિયા પર મસમોટુ જોખમ 

કોરોના વાઈરસ ફેલાવવાને લઈને હવે એક એવો ખુલાસો થયો છે જેને જાણીને દુનિયાભરની સરકારો અને મેડિકલ એક્સપર્ટ્સની ઊંઘ ઉડી જવાની છે. શાંઘાઈના અધિકારીઓએ જણાવ્યું કે કોરોના વાઈરસ હવે હવામાં હાજર સુક્ષ્મ પ્રવાહી ટીપામાં ભળીને ફેલાવવા લાગ્યો છે અને તે હવામાં તરતા તરતા બીજા વ્યક્તિને પોતાના ભરડામાં લઈ રહ્યો છે જેને એરોસોલ ટ્રાન્સમિશન કહે છે.

Corona Virusને લઈને થયો હચમચાવી નાખે તેવો ખુલાસો, સમગ્ર દુનિયા પર મસમોટુ જોખમ 

નવી દિલ્હી: કોરોના વાઈરસ ફેલાવવાને લઈને હવે એક એવો ખુલાસો થયો છે જેને જાણીને દુનિયાભરની સરકારો અને મેડિકલ એક્સપર્ટ્સની ઊંઘ ઉડી જવાની છે. શાંઘાઈના અધિકારીઓએ જણાવ્યું કે કોરોના વાઈરસ હવે હવામાં હાજર સુક્ષ્મ પ્રવાહી ટીપામાં ભળીને ફેલાવવા લાગ્યો છે અને તે હવામાં તરતા તરતા બીજા વ્યક્તિને પોતાના ભરડામાં લઈ રહ્યો છે જેને એરોસોલ ટ્રાન્સમિશન કહે છે. અત્યાર સુધી આ વાઈરસના ડાઈરેક્ટ ટ્રાન્સમીશન અને કોન્ટેક્ટ ટ્રાન્સમીશન અંગે જ પુષ્ટિ થઈ હતી. 

શાંઘાઈના સિવિલ અફેર્સ બ્યુરો ડેપ્યુટી હેડે જણાવ્યું કે એરોસોલ ટ્રાન્સમીશનનો અર્થ છે કે વાઈરસ હવામાં હાજર સુક્ષ્મ ટીપા સાથે ભળીને એરોસોલ બની રહ્યો છે. મેડિકલ એક્સપર્ટના જણાવ્યાં મુજબ શ્વાસમાં તે ભળવાથી ચેપ ફેલાઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે તેને ધ્યાનમાં રાખીને અમે લોકોને અપીલ કરી છે કે તેઓ કૌટુંબિક સભ્યોને ચેપ લાગવાથી બચાવાના ઉપાયોને લઈને પોતાની જાગરૂકતા વધારે.

એક્સપર્ટનું એમ પણ કહેવું છે કે ડાઈરેક્ટ ટ્રાન્સમીશનનો અર્થ છે કે જેને ચેપ લાગ્યો છે તે વ્યક્તિ છીંક ખાય કે ઉધરસ ખાય તો પાસેની વ્યક્તિ શ્વાસ લે તો તે વાઈરસ તેમાં પ્રવેશી જાય. જ્યાર કોન્ટેક્ટ ટ્રાન્સમીશનનો અર્થ છે કે જ્યારે કોઈ વ્યક્તિ એવી વાઈરસથી પીડાતી કોઈ વ્યક્તિને સ્પર્શ કરીને પોતાના મોઢા, નાક કે આંખને સ્પર્શ કરે તો તેમા વાઈરસ ભળેલા સુક્ષ્મ ટીંપા જે ચીપકેલા હોય છે તે બીજા વ્યક્તિને પણ ચેપના ભરડામાં લઈ લે છે. 

જુઓ LIVE TV

ચીનની સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ એક જ જગ્યાએ ભેગા થવાથી બચે. વેન્ટિલેશન માટે બારીઓ ખુલી રાખે, સ્વચ્છતાનું ધ્યાન રાખે અને ઘરમાં છંડકાવ તથા સફાઈ કરતા રહે. ખાસ કરીને દરવાજાના હેન્ડલ, ખાવાના ટેબલ અને ટોઈલેટ સીટ વગેરે. નોંધનીય છે કે ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરથી આ વાઈરસનો ફેલાવો શરૂ થયો અને વાઈરસ અત્યાર સુધી 811 લોકોના જીવ લઈ ચૂક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news